‘Telegram’ના CEO Pavel Durovને ફ્રાન્સની પોલીસે શા માટે અટક કરેલ છે?

2016 02 23T120000Z 982560799 D1AESOQXTMAA RTRMADP 3 TELECOMS MOBILEWORLD 1724727494

 

ફ્રાન્સની પોલીસે 24 ઓગસ્ટ 2024ના રોજ, ‘Telegram’ના CEO Pavel Durov (39)ની પેરિસના બાર્ગેટ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. અબજોપતિ પાવેલ દુરોવ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટેલીગ્રામ’ના સ્થાપક છે. તેનો જન્મ રશિયાનાં થયો હતો, 2013માં ટેલીગ્રામ એપ્લિકેશન બનાવી હતી. તેમણે 2014 માં રશિયા છોડી દીધું હતું; 2021માં તેમણે ફ્રાંસનું નાગરિત્વ મેળવ્યું હતું. ટેલીગ્રામ 2017થી દુબઈથી ઓપરેટ કરવામાં આવે છે. ટેલીગ્રામ WhatsApp, ઈન્સ્ટાગ્રામ, ટિકટોક, વીચેટની હરિફ કંપની છે. ટેલિગ્રામનો પ્રભાવ રશિયા, યૂક્રેન અને જૂના USSRમાં છે. રશિયા-યૂક્રેન વચ્ચેના યુદ્ધમાં ટેલીગ્રામ એક મોટું મેસેજિંગ પ્લેટફોર્મ બનેલું છે. ટેલીગ્રામના 900 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ છે.

 

સવાલ એ છે કે પાવેલ દુરોવે શું ગુનો કર્યો છે? તેની સામે આક્ષેપ છે કે “ટેલીગ્રામમાં ગોપનીયતાના કારણે વપરાશકર્તાઓને ડ્રગ્સ વેચવામાં મદદ મળી છે, ડ્રગની હેરફેર, આતંકવાદ અને સાયબરસ્ટોકિંગને મદદ મળી છે. એપ્લિકેશન દ્વારા વપરાશકર્તાઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં જોડાય છે. વ્યાપક શ્રેણીના ગુનાઓ’નું સંચાલન થાય છે. ટેલીગ્રામે પોસ્ટ કરાયેલ સામગ્રી રોકવા મધ્યસ્થીઓ રાખવા જોઈએ તે રાખેલ નથી.” X પરની એક પોસ્ટમાં, ટેલિગ્રામના અધિકૃત એકાઉન્ટે જણાવ્યું હતું કે ‘પ્લેટફોર્મ અથવા તેના માલિક તે પ્લેટફોર્મના દુરુપયોગ માટે જવાબદાર છે’ તેવો દાવો કરવો વાહિયાત છે. પાવેલ દુરોવની ધરપકડના વિશ્વમાં પડધા પડ્યા છે અને આ ધરપકડને ‘ફ્રી સ્પીચ/અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય પરનો હુમલો’ ગણાવ્યો છે. સોશિયલ મીડિયા ‘X’ ના માલિક Elon Muskએ પણ પાવેલ દુરોવની ધરપકડનો વિરોધ કર્યો છે.

 

રશિયાએ 2018 માં ટેલિગ્રામને અવરોધિત કરવાનું શરૂ કર્યું કારણ કે એપ્લિકેશને રાજ્ય સુરક્ષા સેવાઓને તેના વપરાશકર્તાઓના એન્ક્રિપ્ટેડ સંદેશાઓની ઍક્સેસ આપવાના કોર્ટના આદેશનું પાલન કરવાનો ઇનકાર કર્યો હતો. રશિયન સત્તાવાળાઓએ અગાઉ ટેલિગ્રામ પર એન્ક્રિપ્ટેડ મેસેજિંગ દ્વારા આતંકવાદીઓને ગુપ્ત રીતે વાતચીત કરવા સક્ષમ બનાવવાનો આરોપ મૂક્યો હતો અને એપ્રિલ 2017 માં સેન્ટ પીટર્સબર્ગમાં 15 લોકોની હત્યા કરનાર આત્મઘાતી બોમ્બરના સંદેશાઓ છુપાવવા માટે એપ્લિકેશનને દોષી ઠેરવી હતી. ભૂતકાળમાં ‘ઇસ્લામિક સ્ટેટ’ દ્વારા પ્રચાર હેતુઓ માટે પણ આ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

 

આપણે ત્યાં ટીવી ચેનલો રાત દિવસ નફરત ફેલાવે છે અને લોકોને કટ્ટરવાદી બનાવે છે, જેના કારણે સમાજનું વાતાવરણ પ્રદૂષિત બને છે, હિંસા/અશાંતિ ફેલાય છે. પરંતુ કોઈ ટીવી ચેનલના માલિકની ધરપકડ થતી નથી. અંબાણીની માલિકીની ‘ન્યૂઝ-18’ ટીવી ચેનલ નફરત ફેલાવે છે, પરંતુ તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી. મીડિયા/ સોશિયલ મીડિયાની પણ સામાજિક જવાબદારી હોય છે.

 

 

 

download 1

ટેલીગ્રામ સામેની ફ્રાન્સની કાર્યવાહી ગંભીર ગુનાઓને ‘ટેલીગ્રામ’ એપ્લિકેશન દ્વારા મેદાન મળે છે, તે અંગે છે. આ ઘટનામાં આગળ જતાં કોર્ટ શું નિર્ણય કરે છે તેના પર સૌની નજર છે.rs

 

લેખક :- રમેશ સવાણી, નીવૃત્ત IPS અધીકારી

(સ્રોત : ) Fb Post