એરક્રાફ્ટ મૂળ સ્થાનથી ગંતવ્ય સુધી અર્ધ ગોળાકાર રેખામાં ઉડે છે. આ રુટ સીધો કેમ હોતો નથી? તેના માટે ઘણા કારણો છે, પરંતુ સૌથી મોટા બે કારણો છે : પૃથ્વીની ગોળાઈ અને જેટ સ્ટ્રીમ્સ.
પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. પૃથ્વી ગોળ છે. વક્ર ફ્લાઇટ પાથ માટે પૃથ્વીનો આકાર જવાબદાર છે. પૃથ્વીની ગોળાઈ અને તેની વધારાની વિષુવવૃત્તીય પહોળાઈનો અર્થ એ છે કે ધ્રુવો તરફ વળવું એ સીધી રેખામાં ઉડવા કરતાં ઓછું અંતર છે. વળાંકવાળા માર્ગો, સીધા માર્ગો કરતાં ટૂંકા હોય છે. સપાટ નકશા આપણને ગૂંચવણમાં મૂકે છે કારણ કે પૃથ્વી પોતે સપાટ નથી. પરિણામે, સીધા માર્ગો બે સ્થાનો વચ્ચેનું સૌથી ટૂંકું અંતર પ્રદાન કરતા નથી. ઓછામાં ઓછા સમયમાં ગંતવ્ય સુધી પહોંચવા માટે એરોપ્લેન અર્ધ ગોળાકાર દિશામાં ઉડે છે. geodesic curve-જીઓડેસિક વળાંક સાથે ઉડવાથી ઇંધણ બચે છે, ફ્લાઇટનો સમય ઘટે છે અને ખર્ચ ઘટે છે.
ફ્લાઇટ પાથ નક્કી કરવા માટે એરલાઇન્સ જે અન્ય માપદંડનો ઉપયોગ કરે છે તે હવાના પ્રવાહો છે, જેને જેટ સ્ટ્રીમ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉચ્ચ ઉંચાઈવાળા હવાના પ્રવાહો ટ્રોપોસ્ફિયરની ટોચની નજીક અસ્તિત્વ ધરાવે છે, જે પૃથ્વીના વાતાવરણનો સૌથી નીચું સ્તર છે અને ત્યાં સૌથી વધુ હવાના પ્રવાહો જોવા મળે છે. વિમાનો સામાન્ય રીતે 30,000 થી 42,000 ફૂટ ઊંચાઈ ઊંડે છે, કેમ કે ઊંચાઈ પર હવા પાતળી થતી જાય છે. જ્યારે હવા પાતળી હોય, ત્યારે જરૂરી ગતિ જાળવવા માટે ઓછા બળતણનો ઉપયોગ કરીને વિમાનો વધુ ઝડપી અને વધુ કાર્યક્ષમ રીતે ઉડી શકે છે.
એરોપ્લેન પેસિફિક મહાસાગર પર ઉડતા નથી. મોટાભાગની એરલાઇન્સ જમીન પર ઉડવાનું પસંદ કરે છે. જમીન પર ક્રેશ લેન્ડ કરવું વધુ સારું રહે, ઉપરાંત કટોકટી સમયે નજીકના એરપોર્ટ પર સેવાઓ મળી શકે.
ધર્મનો આતંક તો જૂઓ : પૃથ્વી ગોળ છે, તેમ કહેનાર વૈજ્ઞાનિક ગેલિલીયોને આખી જિંદગી જેલમાં રહેવું પડ્યું હતું ! બ્રૂનો Giordano Bruno (1548-1600)એ કહ્યું કે ‘પૃથ્વી અંતરિક્ષનું કેન્દ્ર નથી, પૃથ્વી સપાટ નથી. પૃથ્વી એક ગ્રહ છે, સૂર્ય તારો છે.’ આ વાત ધર્મ વિરુદ્ધ હતી એટલે ચર્ચે બ્રૂનો પર કેસ ચલાવ્યો. સજા મળી મૃત્યુદંડ ! બ્રૂનોને રોમના ચાર રસ્તા પર ઊભો રાખી ભીડ સામે જીવતો સળગાવ્યો ! એ સમયે ચર્ચે ઘંટારવ કરાવ્યો જેથી બ્રૂનોની ચીસો કોઈ સાંભળે નહીં !rs
લેખક :- રમેશ સવાણી, નીવૃત્ત IPS અધીકારી
(સ્રોત : ) Fb Post