પ્રસ્તાવના :
સમસ્ત માનવ સમાજ નાણાં પાછળ દોડી રહ્યો છે. માનવીની મોટાભાગની ગણતરીઓમાં નાણું આવે છે. નાણાં વિના આજે કોઇને પણ નહિ ચાલે તેવી વર્તમાન સ્થિતિ છે. સામાન્ય માનવી નાણાંના પ્રેમમાં પડયો છે પણ તેને ખબર નથી કે નાણું એટલે શું. નાણું એટલે સરકાર તરફથી કે R.B.IL તરફથી જે ચલણી નોટો અને ચલણી સિકકાઓ ી બહાર પાડે છે તે વર્તમાન સમયમાં બરાબર છે પણ ભુતકાળના યને ઘ્યાનમાં રાખીને આવો મર્યાદિત અર્થ અર્થશાસ્ત્રમાં સ્વીકારવામાં આવ નથી. એટલે જુદા જુદા અર્થશાસ્ત્રીઓ દ્વારા નાણાંની જુદી જુદી વ્યાખ્યાઓ – પવામાં આવી છે. તે નીચે મુજબ છે. જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ આપેલી નાણાંની સ્થપણ તેઓ
–
પ્રો.પ્રાઇસ : પ્રો.પ્રાઇસના પ્રમાણે માત્ર ધાતુના સિકકાઓને જ નાણાંની વ્યાખ્યામાં આવરી શકાય પણ આ વ્યાખ્યા અનુચિત જણાય છે. કારણ કે આજના સમયમાં ધાતુ નાણાં ઉપરાંત વિશેષ કાગદી નાણું વિનિમયનું માધ્યમ બન્યું છે.
કેઈન્સ : ફેઈન્સના મતે જે આપવાથી મૂલ્ય સબંધી સોદાની ચૂકવણી થતી હોય છે મૂળમાં ખરીદશકિતનો સંચય થતો હોય છે તે નાણું છે. શાસન
પ્રો.માર્શલ : પ્રો.માર્શલના મતે પ્રમાણે કોઇપણ સમયે અને સ્થળે વિશેષ તપાસ વિના વસ્તુઓ તથા સેવાઓની ખરીદી અને વેચાણના સાધન તરીકે જેનો સ્વીકાર થતો હોય છે તેને નાણાં તરીકે ઓળખવામાં આવે છે.
પ્રો.સિડવિક પ્રો.સિડવિકના મતે મુજબ જે નાણાંનું કાર્ય બજાવે તે નાણું છે.
ડી.એચ.રોબર્ટસન : ડી.એચ.રોબર્ટસનના મતે વસ્તુઓની ખરીદી વખતે થતી ચૂકવણીઓમાં કે વ્યાપારિક ચૂકવણીમાં જેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે તે સર્વને નાણું કહી શકાય.
પ્રો.એલી : પ્રો.એલીના મતે મુજબ જે વસ્તુ વિનિમયના માધ્યમ તરીકે સ્વતંત્રતાપૂર્વક એક હાથમાંથી બીજા હાથમાં જતી હોય તેમજ દેવાની પતાવટમાં સ્વીકાર થતો હોય તેને નાણું કહેવામાં આવે છે.
પ્રો.વોકર : પ્રો.વોકરના મતે જેનો દેવાની ચૂકવણી કરવામાં ઉપયોગ હોય તેનો પ્રત્યક્ષ વપરાશ ન કરતાં વિનિમય માટે બીજી કોઈ વ્યકિતને આપી દે છે તે નાણું છે.
પ્રો.કાઉથર : જે કોઇ વસ્તુ વિનિમયના માધ્યમ, મૂલ્યના માપદંડ અને મૂલ્યના સંગ્રાહક તરીકે સર્વ સ્વીકાર્ય હોય તે નાણું છે. કાઉથરના મત મુજબ નાણાંની શોધ એ બધી શોધખોળો કરતાં અનોખી દભૂત શોધ છે. જે અર્થશાસ્ત્ર વિષયને આભારી છે.
તારણો :
આધુનિક આપેલ ઉપરોકત નાણાંની વ્યાખ્યાઓ પરથી નાણાંના
(૧) નાણું વિનિમયનું માધ્યમ છે. જેની મદદથી આર્થિક લેવડ-દેવડ શકય બને છે.
(૨) નાણાંની મદદથી ગમે તે વ્યકિત સંપૂર્ણ રીતે દેવામાંથી મુકત થઇ શકે છે.
(૩) એક વ્યકિત પાસેથી બીજી વ્યકિત પાસે સરળતાથી વિશેષ પ્રયત્ન વિના આપ-લે થઇ શકે છે.
જેનામાં ઉપરોકત ત્રણે ગુણ રહેલા હોય છે તેને નાણાં તરીકે ઓળખવામાં આવે છે.
નાણાં ઉદ્ભવ અથવા નાણાંની ઉત્ક્રાંતિ અથવા નાણાંનું વર્ગીકરણ અથવા નાણાંનું સ્વરૂપ અથવા નાણાંના પ્રકારો
પ્રસ્તાવના :
નાણાંની ઉત્ક્રાંતિનો વિષય રસપ્રદ છે. આજે આપણે જે નાણાંનું સ્વરૂપ જોઈએ છીએ તેવું સ્વરૂપ માનવીના આરંભના તબકકામાં ન હતું. જુદા જુદા સમયે જુદી જુદી ચીજોએ નાણાંની ફરજો બજાવી હતી. નાણાંના વિકાસના ઈતિહાસને અથવા વિવિધ પ્રકારોને અથવા નાણાંની ઉત્ક્રાંતિને મુખ્યત્વે પાંચ વિભાગમાં વિચાર કરી શકાય. e
(૧) વસ્તુ નાણું :
ખૂબ જ શરૂઆતના તબકકામાં નાણું વાસ્તવિક ચીજો પર અંકુશ ધરાવવાનો મહત્વનો ગુણ ધરાવતું હતું. વાસ્તવિક ચીજો એટલે જે ચીજોની લોકો વપરાશ કરવા માગતા હોય તે, જેના વડે ખોરાક, શાકભાજી જેવી ચીજો ખરીદી શકાય તે નાણું ગણાતું હતું. જે ચીજોની ! અને સ્થિર માંગ હતી તે ચીજો નાણાંનું કામ કરતી હતી. આથી ખુબ શરૂઆતના તબકકામાં ચોખા, મીઠું, મકાઇ, માછલી, તમાકુ, પશુ, કપડાં, ફળ, શસ્ત્રો વગેરે વપરાશી ચીજો નાણાંની કામગીરી બજાવતાં હતાં. તે બે લાભ હતા. એક તો જરૂર પડયે તેનો ઉપયોગ કરી શકાતો અને તેવી ચીજો આપીને બદલામાં બીજી જરૂરી ચીજો મેળવી શકાતી.
વસ્તુઓને નાણાં તરીકે વાપરવાથી કેટલીક મુશ્કેલીઓ ઉભી થતી. વસ્તુઓ જતી કે બગડી જતી. તેનું સ્થળાંતર કરવું મુશ્કેલ બનતું તેથી નાણાં તરીકે ચીજવસ્તુઓનો વિનિમય ઘટતો ગયો ને ધાતુઓનો ઉપયોગ શરૂ થયો અને વસ્તુ નાણાંમાંથી ધાતુ નાણાંની શરૂઆત થઇ.
(૨) ધાતુ નાણું :
પાંચ હજાર વર્ષથી સોનું, રૂપુ તેના સિકકાઓ નાણાંનું કાર્ય બજાવતા તે મૂલ્યવાન ધાતુઓ હોવાથી તેનો સ્વીકાર કરવામાં સૌ રાજી હતા. વળી તે સડી જતી નહિ તથા તેના નાના એકમો કરી શકાય. તેને હેરફેર પણ થઇ શક્તી. ભયના
સમયમાં તેને સંતાડી પણ શકાય. સોનારૂપાનું વજન તથા ગુણવત્તા નકકી કરીને તેની સાટે વસ્તુઓ મેળવવામાં આવતી પણ કાયમ તેનું વજન કરવું, ધાતુની ગુણવતા પારખવી વગેરેમાં સમય તથા શ્રમ લાગતો. આથી તે મુશ્કેલીઓ દૂર કરવા સરખા વજનવાળા અને મુદ્રિત મૂલ્યવાળા એક સરખા સિકકાઓ બનાવવામાં આવ્યા પણ વસ્તી વધતાં વિનિમયો વધતાં ધાતુઓનો પુરવઠો ઓછો પડવા લાગ્યો. તેથી મોટા સોદાઓમાં ધાતુના સિકકાઓ અગવડરૂપ થવા લાગ્યા અને ધીમે ધીમે ધાતુનાણાં માંથી કાગળનાણાંની શરૂઆત થઇ.
(૩) કાગળ નાણું :
નોટોનું કાગળ તરીકે મૂલ્ય શૂન્ય અથવા નહિવત હોવા છતાં લોકોને સરકારમાં વિશ્વાસ હોવાથી ચલણીનોટોનો આજે વિના સંકોચે સ્વીકાર કરે છે. જેમ કે ખેડૂત પરસેવો પાડી અનાજ પકવે અને રમાં વેચીને બદલામાં કાગળના ટુકડા જેવી નોટો લઇ આવે તો પણ તેના પાર હોતો નથી. કર્યાં કાગળના થોડાંક પતકડા અને કયાં અતિ મૂલ્ય અનાજ ? છતાંય ખેડૂત કેમ નોટોનો સ્વીકાર કરે છે ? કારણ કે નોટોનો આપણે સ્વીકાર કરીએ છીએ કેમ કે બીજાઓ તેનો સ્વીકાર કરે છે.
સિકકાઓની સરખામણીમાં નોટો રાખવી તથા સાચવીને લઈ જવી સહેલી છે. ચૂકવણી કરવામાં કે ગણવામાં બહુ મુશ્કેલી રહેતી નથી. નોટોનું ચલણ સરકારને સસ્તુ પડે છે. ૧૨ થી ૧૦૦૦ રૂા. સુધીના આજે ચલણી નોટો જોવા મળે છે તેમજ ૧ રૂા. થી ૧૦ રૂા . સુધીના ચલણી સિકકાઓ પણ જોવા મળે છે. ચલણી નોટો બહાર પાડવાનો R.B.I. ઈજારો ધરાવે છે. તે સરકારી જામીનગીરીઓ કે વિદેશી હૂંડિયામણ કે અષ્કાયમતો ઘ્યાનમાં રાખી ચલણી નોટો બહાર પાડે છે. આજે તે વિનિમયના માધ્યમ તરીકે સર્વ સામાન્ય છે. પણ કાગળ નાણાંની કેટલીક મર્યાદાઓ હોવાને કારણે બેંક નાણાંનો ઉપયોગ થાય છે.
(૪) બેંકનાણું :
આજકાલ ચલણી નોટો અને ચલણી સિકકાઓ ઉપરાંત ચેક, હૂંડી, ડ્રાફ વિનિમય પત્રોનો ખરીદ વેચાણમાં ઉપયોગ થાય છે તે બેંકનાણાં તરીકે ઓળખાય છે. દિનપ્રતિદિન દ્વારા નાણાંનું પ્રમાણ વધારે બેંકનાણાનું કેટલુંક મહત્વ છે. જેમ કે અર્થકારણની બદલાતી નાણાંની માંગ મુજબ બેંકો લોન આપે છે. તેથી આર્થિક વ્યવહાર સરળ બને છે. સિકકાને ચલણી નોટો કરતાં ચેક કે ડ્રાફ વડે ચૂકવણીઓ સરળતાથી થઈ શકે છે. ચેક વડે નાણાંની હેરફેર જોખમ વિના થઈ શકે છે. બેંકનાણાંની પણ કેટલીક મર્યાદાઓ છે. ચેક કે ડ્રાફ ચલણી નોટો જેવી રોકડતા, વિશ્વસનીયતા કે સ્વીકાર્યતાનો ગુણ ધરાવતા નથી.
(૫) અદ્રશ્ય નાણું :
આજે વિશ્વના કેટલાક દેશોમાં અદ્રશ્ય ઘણાંની શરૂઆત થઇ ગઇ છે. કોમ્પ્યુટર સૌની આવક અને ખર્ચના હિસાબો રાખે છે. એટલે કે ક્રેડીટ કાર્ડ વડે લેવડ–દેવડ થઇ શકે. દુકાનમાંથી વસ્તુ ખરીદો તો વેપારીને ગ્રાહક ક્રેડીટ કાર્ડ આવે તો કોમ્પ્યુટર વડે કના ખાતામાં કેટલી રકમ ઓછી થાય અને વેપારીના ખાતામાં તેટલા ટકાનો ઉમેરો થાય. ઓનલાઇન બેંકીંગ પધ્ધતિ દ્વારા ખરીદ-વેચાણની stalerts કરી શકાય છે. આમ કદાચ સમય એવો આવશે લેવડદેવડ થશે પણ પૈસાની લેવડદેવડ નહિ થાય. નાણાંની જરૂર પડશે નહિ અને વ્યવહાર થશે પણ પરિશ્રમ તો કરવો જ પડશે. વિનિમયો અથવા ખરીદવેચાણની પ્રક્રિયા ચાલુ રહેશે.