“પ્લાસીનું યુદ્ધ 1857 બંગાળમાં અંગ્રેજ સરકારની સ્થાપના.
1. પૂર્વભૂમિકા: ઔરંગઝેબના મૃત્યુ બાદ મોગલ સામ્રાજ્યના ભાગલા પડી ગયા. જુદા જુદા પ્રદેશો સ્વતંત્ર બની ગયા. બંગાળ પણ સ્વતંત્ર થયું. 1740માં અલીવર્દી ખાને બંગાળ કબજે કર્યું. તેના મરાઠાઓ સાથે ના અવાર નવાર સંઘર્ષો થાય.છેવટે મરાઠા ઑને ઓરિસ્સા પ્રાંત આપી વાર્ષિક ૧૨ લાખની ચોથ આપવાનું સ્વીકારી તેમની સાથે સમાધાન કરી અંગ્રેજો સાથે સારા સંબંધો રાખ્યા. પરંતુ બંગાળના મથકોને તેને કિલ્લેબંધી કરવા દીધી નહીં ૧૭૫૬ માં અલીવર્દીખાન અપુત્ર મૃત્યુ પામતા તેની સૌથી નાની પુત્રી ના પુત્ર સિરાજ ઉદ દોલા ને અલીવર્દીખાને પોતાના વારસદાર તરીકે નિયુક્ત કર્યો હતો. અલીવર્દીખાન ના અવસાનથી તેની ગાસિતી બેગમ નામે જાણીતી થયેલી એક વિધવા પુત્રી એ સિરાજ ઉદ દોલા નો વિરોધ કર્યો. બીજી વિધવા પુત્રી ના પુત્ર શૌકત જંગ માટે ગાદીનો દાવો રજૂ કર્યો પણ સિરાજ ઉદ દોલા ખાસ વિરોધ વગર બંગાળનો નવાબ બન્યો. તેને અંગ્રેજો સાથે સંઘર્ષ થયો સપ્તર્ષિ યુદ્ધને લીધે અંગ્રેજો અને ફ્રેન્ચ સાથે યુદ્ધ થાય તેવી શક્યતા હોવાથી બંગાળમાં અંગ્રેજો કિલ્લેબંધી કરવા લાગ્યા. નવાબે તેમ કરવાની મનાઈ ફરમાવી છતાં કિલ્લેબંધી ચાલુ રાખી અંગ્રેજોએ વેપારી હકો નો દુરુપયોગ કરવા માંડ્યો તેઓએ સિરાજ ઉદ દોલા વિરુદ્ધ સોકત જંગને ટેકો આપ્યો. અંગ્રેજોની કાશીમ બજારની કોઠીના મુખ્ય અધિકારી વોટસન ગાસિતી બેગમને પોતાની વિરુદ્ધ ટેકો આપતો હોવાથી સિરાજ ઉદ દોલા ને શંકા ગઈ. નવાબ વિરોધી વેપારી રાજવલ્લભ ના પુત્ર કૃષ્ણદાસ ને અંગ્રેજોએ આશ્રય આપ્યો. તેને સોંપી દેવાની નવાબની માગણીનો ઇનકાર કર્યો.
2. કાળી કોટડી નો કહેવાતો બનાવ: આ બધા બનાવોએ નવાબને ઉશ્કેર્યો તેને કાસિમ બજારમાં આવેલી અંગ્રેજોની કોઠી નો કબજો લીધો. કલકત્તા તાબે કર્યું. ત્યાં ગવર્નર ટ્રેઇક નાસી ગયો. ફોર્ટ વિલિયમ નો પણ નવાબે કબજો લીધો. હોલવેલ નામના અંગ્રેજના જણાવ્યા પ્રમાણે નવાબના અધિકારીઓએ કલકત્તાના આશરે ૧૮ થી ૨૦ ફૂટ લાંબા 14 ફૂટ પહોળા એક ઓરડામાં એક અંગ્રેજ સ્ત્રી સહિત ૧૪૬ અંગ્રેજ કેદીઓને ઉનાળાની રાત્રે પૂરી દીધા. સવારે બારણું ખોલતા 123 કેદીઓ ગૂંગળામણ ને કારણે મૃત્યુ પામેલા જણાયા. જ્યારે હોલવેલ સહિતના ફક્ત 23 કેદીઓ બચ્યાં. આ બનાવ ઈતિહાસમાં કલકત્તાની કાળી કોટડી (બ્લેક હોલ ઓફ કલકત્તા) ને નામે પ્રસિદ્ધ છે. આ દુઃખદ બનાવો બન્યો હોવાના સંબંધમાં વિદ્વાનોમાં ઘણા મતભેદો છે. આટલા નાના ઓરડામાં 146 વ્યક્તિઓને પુરવા અશક્ય ગણાય. વળી તે સમયના મુસ્લિમ અન્ય લેખકોએ આ બનાવનો નિર્દેશ કરેલો નથી. હોલવેલે અંગ્રેજો ને નવાબ વિરુદ્ધ ઉશ્કેરવામાં આ બનાવ પાછળથી ઊપજાવી કાઢ્યો હોય તેવી સંભાવના છે. અમુક ઇતિહાસકારોના અભિપ્રાય પ્રમાણે યુદ્ધમાં કેટલાક અંગ્રેજો મરી ગયા બાકીના ઓરડામાં પૂર્યા. તેઓ ગૂંગળામણ થી મરી ગયા. હોલવેલે તે આંકડામાં પાછળથી ઘણી અતિશયોક્તિ કરી. સત્ય ગમે તે હોય પરંતુ ઇતિહાસ એ બાબતમાં એક મત છે કે નવાબ સિરાજ ઉદ દોલા આ બનાવથી તદન અજાણ હતો. તેના અધિકારીઓનું આ કૃત્ય હતું.
3. પ્લાસીનું યુદ્ધ: નવાબ પોતાના સરદાર માણેકચંદ ને કલકત્તાનું રક્ષણ આપીને રાજધાની મુર્શિદાબાદ પાછો ફર્યો. પોતાના હરીફ સોકતજંગ કલકત્તાના ધનિક બેન્કર જગત શેઠ તથા પોતાના સેનાપતિ મીરજાફરે તેને ઉથલાવી પાડવાના કાવતરા ને તેણે ધૂળમાં મેળવી સોકત જંગને તેણે યુદ્ધમાં પરાજિત કરી મારી નાખ્યો.નવાઈની વાત એ છે કે મીરજાફર અને જગત સામે કોઈ પગલા લીધા નહીં. મદ્રાસમાં કલકત્તાના કહેવાતા બ્લેક હોલના બનાવના ખબર પહોંચતા ત્યાંના અંગ્રેજો ખૂબ ઉશ્કેરાયા. વોટસન તથા કલાઈવના નેતૃત્વ નીચે આ બનાવનું વેર લેવા માટે અંગ્રેજ લશ્કરને કલકત્તા મૂકવામાં આવ્યું. માણેકચોક મુર્શિદાબાદ નાસી ગયો અને અંગ્રેજ લશ્કરે સહેલાઇથી કલકત્તા નો કબજો લીધો. અંગ્રેજોએ હુગલી લૂંટ્યું. નવાબને ભય લાગતા તેણે કલકત્તા આવીને અંગ્રેજો સાથે અલીઘર ની સંધિ (ફેબ્રુઆરી 1757)માં તેણે તેમની બધી માગણીઓ મંજૂર કરી. કલકત્તાની કિલ્લેબંધી કરવાની પણ છૂટ મળી. નવાબનું આવું શરણાગતિ ભર્યુ વર્તન વિચિત્ર હતું. કલાઇવ એ દેખીતી રીતે સંધી ભંગ કર્યો. છતાંય બ્લેકહોલનું વેર લેવા નિર્ણય કર્યો. નવાબ ના સેનાપતી મીરજાફર અને ખજાનચી રાય દુર્લભ તથા ધનિક બેન્કર જગત સાથે મળીને નવાબને બદલાવવાનું એક કાવતરું રચ્યું. અમીચંદ મારફત ચાલેલી વાટાઘાટોમાં તેમ નક્કી થયું કે દુર્લભ રાય તથા જગત શેઠે કલાઈવ ને સહાય કરવી. મીર જાફરે નવાબના ૫ક્ષે લડવું નહીં. તેના બદલામાં તેને નવાબ બનાવવો. અમીચંદે પોતાને 30 લાખ રૂપિયા આપવામાં ન આવે તો આખું કાવતરુ પ્રગટ કરી દેવાની ધમકી આપી. તેણે આ રકમનો સંધી માં લેખિત ઉલ્લેખ કરવાનો આગ્રહ રાખ્યો. કલાઈવે બે દસ્તાવેજો તૈયાર કર્યા. સફેદ દસ્તાવેજ સાચો હતો તેમાં ૩૦ લાખની રકમનો નિર્દેશ નહતો.રાતો દસ્તાવેજ ખોટો હતો તેમાં ૩૦ લાખની રકમનો ઉલ્લેખ હતો. એડમિરલ વોટ્સને ખોટા દસ્તાવેજ પર સહી કરવાનો ઇનકાર કરતા કલાઈવે તેના નામની ખોટી સહી કરી. આખું કાવતરું તૈયાર થતાં અંગ્રેજ લશ્કરે પ્લાસી તરફ કૂચ કરી. કલાઈવ ના આવા કાર્ય ની સખત ટીકાઓ કરવામાં આવી છે.
4. પ્લાસીનું યુદ્ધ અને તેના પરિણામો: નવાબ સિરાજ ઉદ દોલા બંગાળના અંગ્રેજી વેપારીઓ સાથે અયોગ્ય વ્યવહાર દર્શાવે છે એ બહાના નીચે કલાઈવે નવાબ સાથે યુદ્ધ જાહેર કર્યું. બંને લશ્કરો પ્લાસી પાસે મળ્યા 23 જૂન 1757ના રોજ યુદ્ધ થયું. નક્કી થયા મુજબ મીરજાફર અને રાય દુર્લભ ના લશ્કરો લડ્યા નહી.મોહનલાલ અને મિર મદના ના નેતૃત્વ નીચે નાના લશ્કરે લડત આપી. ફ્રેન્ચ અધિકારીઓએ તેને ટેકો આપ્યો. મીરજાફર લડયો હોત તો નવાબની જીત થાત. મિર મદન ગોળીથી ઘવાતા મરાયો. નવાબ નિરાશ થયો તેણે મોહનલાલને યુદ્ધ ભૂમિ પરથી પાછો બોલાવી લીધો. મીરજાફર અને રાયદુર્લભ ના દગાથી નવાબ હાર્યો. તે મુર્શિદાબાદ નાસી ગયો. ત્યાંથી પટણા ગયો પરંતુ તે પકડાયો. મીરજાફર ના પુત્ર મીરાને તેનો વધ કર્યો. મીરજાફર ને નવાબ તરીકે જાહેર કરવામાં આવ્યો. તેને કંપનીને 24 પરગણા તથા રૂ ૧ કરોડ રોકડા આપ્યા. તેણે અંગ્રેજ અધિકારીઓ તથા કલાઈવ ને કીમતી ભેટો આપી. અમીચંદ ને મૂળ દસ્તાવેજ માં રકમ નો ઉલ્લેખ નથી એવું કહીને કશું આપવામાં આવ્યું નહીં. લોકવાયકા પ્રમાણે તે ગાંડો બની ગયો કેટલાકના મતે તે યાત્રાએ જતા અવસાન પામ્યો.
પ્લાસીના યુદ્ધ ને લડાઈ ગણી શકાય નહીં. તે માત્ર એક નાનકડો સંઘર્ષ હતો. પરંતુ આ નાનકડા સંઘર્ષે ભારતમાં બ્રિટિશ સત્તાનો પાયો નાખ્યો. બંગાળમાં અંગ્રેજો વેપારીઓની સાથે શાસકો બન્યા. આ વીજયે અંગ્રેજોના ભારતના અન્ય વિજયોનો માર્ગ ખુલ્લો કર્યો. બંગાળની કરુણાજનક રાજકીય પરિસ્થિતિ ખુલ્લી થઈ. દ્વિતીય કર્ણાટક વિગ્રહ બાદ અંગ્રેજોની સ્થિતિ દક્ષિણમાં મજબૂત બની. પ્લાસીના વિજયથી તેમનું સ્થાન બંગાળમાં સર્વોપરી બન્યું. છતાંય આ જીતે અંગ્રેજોને બંગાળમાં સંપૂર્ણ સત્તા આપી તેમ ગણી શકાય નહીં. પરંતુ પોતાનું રાજ્ય ભારતમાં દ્રઢ રીતે સ્થાપવા અંગ્રેજોને દેશી રાજ્યો સાથે બીજા ૫૦ વર્ષ સુધી લડવું પડ્યું.”
“5. મીરજાફર: મીરજાફર વિચિત્ર પરિસ્થિતિમાં નવાબ બન્યો. તેની તિજોરી ખાલી હતી. તેનામાં શાસક તરીકેની આવડત ન હતી. તેને મોટું દેવું થયું હતું. તે કંપનીને હપ્પતા આપી શક્યો નહીં. હિન્દુ અધિકારીઓ અને પ્રજાનો તે વિશ્વાસ મેળવી શક્યો નહીં. તે નામનો રાજા રાજ કરતો હતો સાચી સત્તા ક્લાઇવ હસ્તક હતી. દુર્લભ રાય અને રામનારાયણ સાથે તેને સબંધો બગડતા તેઓએ મીરજાફર નો પક્ષ છોડી દીધો. બંગાળના ચિન્સુરા ડચ પણ મીરજાફર ને વધારે હકો આપવા દબાણ કરતા હતા. પરંતુ અંગ્રેજોના હાથે પરાજય થતાં તેઓ ચિન્સુરા મથકથી જ સંતોષ માનવો પડ્યો. મોગલ બાદશાહ આલમગીર બીજાના પુત્ર અલી ગૌહરે બંગાળ ઉપર આક્રમણ કર્યું. પરંતુ અંગ્રેજોએ તેને પરાજય આપ્યો. મીરજાફરે કલાઈવ ને આના બદલામાં બંગાળમાં જાગીર આપી. જે ક્લાઈવ ની જાગીર તરીકે પ્રસિદ્ધિ પામી. અલી ગોહરે પછીથી બાદશાહ બનતા બંગાળ ઉપર આક્રમણ કર્યું. પરંતુ તે અંગ્રેજોના હાથે પરાજય પામ્યો. દરમિયાન મીરજાફર ના પુત્ર નું અવસાન થયું મીરજાફર ની નાણાકીય સ્થિતિ નિર્બળ હતી. રાજ્યવ્યવસ્થા શિથિલ હતી. અંગ્રેજોએ તેના જમાઈ મીર નવા બનાવવાનું નક્કી કર્યું. કલાઈવ રજા ઉપર ઈંગ્લેન્ડ ગયો. અને હોલવેલ કામ ચલાવ ગવર્નર તરીકે કામ કરતો હતો. મીર કાશિમે એ કંપની નું બધું દેવું ચૂકવી આપવા નું તથા કંપનીના અધિકારીઓને મોટી રકમ આપવાનું કબૂલ્યું. થયેલા કરાર મુજબ કલકત્તા કાઉન્સિલ વતી રેસીડન્ટ વર્શી ટોર્ટ મુર્શિદાબાદ ગયો. તેણે મીર કસિમને નવાબ તરીકે સ્વીકારવા તથા તેનો બધો કારભાર સોંપવા દબાણ કર્યું. મીરજાફર આવી માગણી સ્વીકારવા કરતાં ગાદી ત્યાગ કરવાનું પસંદ કર્યું. મીર જાફર કલકત્તામાં અંગ્રેજોના કેદી તરીકે રહ્યો મીર કાસીમને નવાબ બનાવવામાં આવ્યો. મીરજાફર ને પદભ્રષ્ટ કરવામાં આવ્યો. અંગ્રેજો માટે શરમ જનક હતું પરંતુ મીરજાફર એવાજ ભવિષ્ય માટે નિર્માણ થયેલો હતો.”