વિદ્યાર્થી એક જ વર્ષમાં બે ડિગ્રી મેળવે તો UGCની ગાઈડલાઇન્સ લાગુ પડે..?

download 3

Gujarat HC on UGC Two Degrees Rule: મહિલા ઉમેદવારની અરજી નામંજૂર, હાઈકોર્ટમાં પડકાર

 

અમદાવાદ: ગુજરાતમાં શિક્ષણ સહાયક તરીકે ભરતી માટે અરજી કરનાર મહિલાની અરજી નામંજૂર થતાં, મામલો ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. અરજદારના દાવા મુજબ, તેમનું નામ જનરલ મેરિટ લીસ્ટમાં હોવા છતાં, ડોક્યુમેન્ટ વેરિફિકેશન દરમિયાન તેમના અભ્યાસના આધારે અરજી રદ કરવામાં આવી.

 

આનો કારણ એવો જણાવાયો કે તેમણે એક જ વર્ષમાં બે ડિગ્રી – બીએ (રેગ્યુલર) અને એમએ (ડિસ્ટન્સ) – મેળવી હતી, જે યુજીસીની ગાઈડલાઈન્સ મુજબ મંજૂર નથી.

 

હાઈકોર્ટે ગંભીરતાથી લીધો મુદ્દો

જસ્ટિસ જે.એલ. ઓદેદરાએ આ કેસને “શૈક્ષણિક નીતિ” સાથે જોડાયેલું ગણાવી રાજ્ય સરકાર સહિત યુજીસી અને હાયર એજ્યુકેશન કમિશનના સત્તાવાળાઓને નોટિસ ફટકારી છે.

 

અરજદારએ દલીલ આપી કે:

તેમણે 2015થી 2017 વચ્ચે બીએ અને એમએના અભ્યાસ એકસાથે કર્યા.

 

બંને ડિગ્રી સત્તાવાર રીતે માન્ય છે – એક રેગ્યુલર અને બીજી ડિસ્ટન્સ મોડ દ્વારા.

 

યુજીસીના નવા નિયમો 2022માં આવ્યા છે, જ્યારે તેમની ડિગ્રી 2017ની છે.

 

એટલે નવો નિયમ પાછળથી લાગુ પડી શકે નહીં.

 

 

યુજીસીના નિયમોની તાકીદ અને વ્યાખ્યા

 

2022માં યુજીસી દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ગાઇડલાઇન્સ અનુસાર, વિદ્યાર્થી બે અલગ મોડ (રેગ્યુલર + ડિસ્ટન્સ/ઓનલાઇન) દ્વારા એક સાથે બે ડિગ્રી મેળવી શકે છે. પરંતુ આ નિયમ પાછળથી લાગુ થતો નથી તે સ્પષ્ટ કરવામાં નથી આવ્યું.

 

રાજ્ય સરકારના નિર્ણય પર પ્રશ્

હાઈકોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજ્યના શૈક્ષણિક સત્તાવાળાઓએ યુજીસીના નિયમોનું ખોટું અર્થઘટન કર્યું છે અને અરજદારના કાયદાકીય હકો પર અન્યાય થયો છે.