UPSC Result 2025 declared

images

UPSC Final Results: યુનિયન પબ્લિક સર્વિસ કમિશને(UPSC) આજે સિવિલ સર્વિસિઝ એક્ઝામિશન(CSE)ના ફાઇનલ રિઝલ્ટ જાહેર કર્યા છે. જેમાં દેશભરમાંથી શક્તિ દુબે ટોપર રહી છે. આ પરીક્ષામાં કુલ 1009 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી માત્ર 241 ઉમેદવારો જ ઉત્તીર્ણ થયા છે. બીજા ક્રમે હર્ષિતા ગોયલ આવી છે. UPSCની પરીક્ષામાં ઉત્તીર્ણ ટોપ-30 ઉમેદવારોમાં ત્રણ ગુજરાતી સામેલ છે.

 

UPSCએ સપ્ટેમ્બર, 2024માં લેખિત પરીક્ષા લીધા બાદ જાન્યુઆરીથી એપ્રિલ, 2025માં ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. પસંદગી પામેલા ઉમેદવારો લાલ બહાદુર શાસ્ત્રી IAS માટે નેશનલ એકેડમી ઑફ એડમિનિસ્ટ્રેશન, IPS માટે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી (SVPNPA), અને અન્ય સંબંધિત સેવાઓ માટે ખાસ એકેડમીમાં તાલીમ લેશે.

ટોપ-30માં ત્રણ ગુજરાતી

યુપીએસસીની આ વખતની પરીક્ષામાં ટોપ-30માં ત્રણ ગુજરાતીએ બાજી મારી છે. તેમાં પણ ટોપ-5માં બે ગુજરાતી મહિલા સામેલ છે. આ યાદીમાં વડોદરાની હર્ષિતા ગોયલ બીજા ક્રમે આવી છે. ચોથા ક્રમે શાહ માર્ગી, જ્યારે 30મા ક્રમે પંચાલ સ્મિત રહ્યો છે. UPSCની પરીક્ષામાં ઉતીર્ણ 241માંથી કુલ 30 ઉમેદવારો ગુજરાતના છે.

 

 

UPSC 2025ના ટોપ 10 રેન્કર્સ

શક્તિ દુબે

હર્ષિતા ગોયલ

ડોંગરે અર્ચિત

શાહ માર્ગી

આકાશ ગર્ગ

કોમલ પુનિયા

આયુષી બંસલ

રાજ કૃષ્ણા જ્હાં

આદિત્ય વિક્રમ અગ્રવાલ

મયંક ત્રિપાઠી