રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો 9મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો
મેળવેલા શિક્ષણનો પરિવાર, સમાજ અને રાષ્ટ્રના ભલા માટે ઉપયોગ કરીએ; આવનારી પેઢી તમારામાંથી પ્રેરણા મેળવે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા, વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં તમારું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે: કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા
રાજ્યપાલશ્રીના હસ્તે 90 વિદ્યાર્થીઓને 88 મેડલ એનાયત: 12 વિદ્યાશાખાના 13965 વિદ્યાર્થીઓને ડીજી લોકર એપ્લિકેશનના માધ્યમથી ડિગ્રી સર્ટિફિકેટ અપાયા
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો 9મો વાર્ષિક પદવીદાન સમારોહ અટલ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલશ્રીન હસ્તે 44 ગોલ્ડ મેડલ, 12 સિલ્વર મેડલ અને 34 ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ મળીને કુલ–90 વિદ્યાર્થીઓને 88 મેડલ એનાયત તથા 12 વિદ્યાશાખાના 13965 વિદ્યાર્થીઓને ડીજી લોકર એપ્લિકેશનના માધ્યમથી ડિગ્રી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દીક્ષાંત સમારોહમાં પદવી મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, તમારા માતા–પિતા અને ગુરુજનોએ તમને સારુ શિક્ષણ અપાવ્યું છે ત્યારે સુશિક્ષિત હોવું પૂરતું નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે. તમે જે વિષયનું શિક્ષણ મેળવ્યું છે એ શિક્ષણનો પરિવાર, સમાજ અને રાષ્ટ્રના ભલા માટે ઉપયોગ કરીએ. આપણે મૂલ્યનિષ્ઠ, સભ્ય અને સમાજ પ્રત્યે જવાબદેહ રહેવું જરૂરી છે. પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ દેશની ઉન્નતિ અને ભવિષ્ય નિર્માણમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપવું જરૂરી છે.
રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું કે, ભારતની પ્રાચીન ગુરૂકુલ પરંપરામાં પણ ઋષિમુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા–દીક્ષા અર્પણ કરી અંતમાં સત્ય બોલવા, ધર્મનું આચરણ કરવા અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતાં હતા. તેમણે પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને સ્વાધ્યાયમાં– જ્ઞાન ઉપાર્જનમાં કયારેય આળસ નહીં કરવા જણાવ્યું હતું.
વિદ્યાર્થીઓને પ્રાપ્ત કરેલી શિક્ષા અને સિદ્ધિઓ પોતાના પૂરતી સીમિત ન રાખતા લોકઉપયોગી થાય જેમાં લોકોનું કલ્યાણ થાય એ દિશામાં ઉપયોગ કરવા સૂચન કર્યું હતું. તેમજ ‘માતૃદેવો ભવ: પિતૃ દેવો ભવ:, આચાર્ય દેવો ભવ: અને અતિથિ દેવો ભવ:’ ના આપણા સંસ્કૃતિભાવને હ્રદયમાં ઉતારવા