ગુજરાત SIRની ફાઇનલ મતદાર યાદી જાહેર, જાણો કેવી રીતે ચેક કરશો વોટર લિસ્ટમાં તમારું નામ છે કે નહીં

ViewFile

સતત સાડા ત્રણ માસ સુધી હાથ ધરવામાં આવેલી વિવિધ તબક્કાઓની અસરકારક કામગીરી બાદ આજ રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

SIR 2026 Voter List Gujarat: આખરી યાદીની મહત્વની વિગતો

SIR 2026 Voter List Gujarat: ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની સતત સાડા ત્રણ માસ સુધી હાથ ધરવામાં આવેલી વિવિધ તબક્કાઓની અસરકારક કામગીરી બાદ આજ રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

  • કુલ નોંધાયેલા મતદારો: 4.40 કરોડ
  • નવા ઉમેરાયેલા મતદારો: 5.60 લાખ

SIR દરમિયાન મળેલા નાગરિકોના અધ્યતન ફોટોગ્રાફ પણ આગામી મતદાર યાદીમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. તા.10મી ફેબ્રુઆરી, 2026 સુધીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલ પણ કરવામાં આવ્યો હતો.

વોટર પોર્ટલ પરથી કેવી રીતે જાણશો તમારું નામ છે કે નહીં

આજે જે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે તેમાં તમારું નામ છે કે નહીં તે ચેક કરવા નીચેના સ્ટેપ્સ ફોલો કરો:

  • સ્ટેપ 01: સૌ પ્રથમ voters.eci.gov.in વેબસાઇટ પર ક્લિક કરો.
  • સ્ટેપ 02: રાજ્યમાં Gujarat (ગુજરાત) સિલેક્ટ કરો.
  • સ્ટેપ 03: રિવિઝન વર્ષમાં 2026 સિલેક્ટ કરો.
  • સ્ટેપ 04: રોલ ટાઇપ્સમાં SIR FinalRoll 2026 સિલેક્ટ કરો.
  • સ્ટેપ 05: ડિસ્ટ્રિક્ટમાં તમારો જે જિલ્લો હોય તે સિલેક્ટ કરો.
  • સ્ટેપ 06: એસેમ્બલી કોન્સ્ટિટ્યૂન્સીમાં તમારી વિધાનસભા બેઠક સિલેક્ટ કરો.

આટલુ કર્યાં બાદ તમને ભાષા પસંદગીનું પૂછશે અને એક કેપ્ચા (બોક્સમાં આપેલી વિગત) ટાઇપ કરવાનું રહેશે. ત્યારબાદ તમે જે વિધાનસભા બેઠક પસંદ કરી હશે તેના તમામ મતદાન બૂથની યાદી ખુલશે. જેમાંથી તમારું નામ જે મતદાન બૂથમાં આવતું હોય તેને સિલેક્ટ કરીને તમે તમારું નામ યાદીમાં ચકાસી શકો છો.

Gujarat SIR 2026 Voter List Online Check Guide
વોટર લિસ્ટ ડાઉનલોડ પ્રક્રિયા

આપનું નામ આખરી મતદાર યાદીમાં નીચે દર્શાવેલ માધ્યમ વડે પણ ચકાસી શકો છો

  • વેબસાઇટ: ceo.gujarat.gov.in
  • વોટર પોર્ટલ: voters.eci.gov.in
  • મોબાઇલ એપ: ECINET App (Android/iOS)
  • તમારા વિસ્તારના BLO (બૂથ લેવલ ઓફિસર) પાસેથી
  • જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી અથવા ERO/AERO કચેરી ખાતેથી

જો આપનું નામ આખરી મતદાર યાદીમાં ન હોય તો શું કરવું?

જો તમને યાદીમાં તમારું નામ ન મળે અથવા કોઈ ભૂલ હોય, તો તમે નીચે મુજબ કાર્યવાહી કરી શકો છો:

  • નવું નામ ઉમેરવા: જો નામ ન હોય તો ફોર્મ નં. 6 ભરીને આધાર પુરાવા સાથે ઓનલાઇન/ઓફલાઇન અરજી કરો.
  • ભૂલ સુધારવા: વિગતોમાં કોઇ ભૂલ હોય તો ફોર્મ નં. 8 ભરીને અરજી કરી શકાય છે.
  • વાંધો રજૂ કરવા: મતદાર યાદીમાં કોઇ વાંધો હોય તો ફોર્મ નં. 7 ભરીને અરજી કરી શકાશે.

વધુ માહિતી માટે નજીકની મામલતદાર કચેરી અથવા ચૂંટણી શાખાનો સંપર્ક કરો.